ફક્ત સુપ્રીમ લીડરોના નામે લડાતી ચૂંટણીઓ લોકશાહી માટે ઘાતક
એક જમાનામાં કોંગ્રેસના એક નેતાએ કહ્યું હતું 'ઈન્દિરા ઈઝ ઈન્ડિયા, ઈન્ડિયા ઈઝ ઈન્દિરા'. ત્યારે ઈન્દિરા ગાંધી દેશના સૌથી લોકપ્રિય નેતા હતા અને કોંગ્રેસના સર્વોચ્ચ નેતા તો હતા જ. એ પછી પણ કોંગ્રેસ પાસે દરેક પ્રદેશમાં એવા અનેક નેતાઓ હતા જે પોતાની તાકાત પર રાજનીતિ કરતા હતા અને ચૂંટણી પણ જીતતા હતા. એ નેતાઓ પણ ઈન્દિરા ગાંધીને અને પછી રાજીવ ગાંધીને પોતાના સર્વોચ્ચ નેતા માનતા હતા, પરંતુ એવું નહોતું કે તેઓ માત્ર ઈન્દિરા કે રાજીવ ગાંધીના નામ પર જ ચૂંટણી જીતતા હતા. એ જ રીતે ભાજપમાં અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણી સુપ્રીમ લીડર રહ્યાં પરંતુ દરેક પ્રદેશમાં ભાજપ પાસે એવા નેતાઓ હતા જેમને પોતાના વિસ્તારમાં ચૂંટણી જીતવા માટે વાજપેયી કે અડવાણીના ચમત્કારની જરૂર નહોતી. નરેન્દ્ર મોદી એવા જ નેતાઓ પૈકીના એક હતા. તેઓ ગુજરાતમાં પોતાના દમ પર ચૂંટણી લડતા અને જીતતા હતા. ઉપરાંત શીવરાજ સિંહ ચૌહાણ, વસુંધરા રાજે, રમણ સિંહ, યેદિયુરપ્પા, પ્રમોદ મહાજન, ગોપીનાથ મુંડે, ભૈરોસિંહ શેખાવત, મદનલાલ ખુરાના, શાંતાકુમાર-પ્રેમકુમાર ઘૂમલ વગેરે એવા નેતાઓના નામ છે, જેમણે પોતાના દમ પર રાજનીતિ કરી અને ચૂંટણી લડ્યાં. પરંતુ ...








