 |
| પાંચ એન્જિનિયર ડ્રોપઆઉટ્સનું અનોખું બેન્ડ ઃ મુક્ત |
કોઈ સારો ફિલ્મ ડીરેક્ટર જો ઉંડો ઉતરે તો આ યુવાનોની લાઈફ પરથી હટકે ફિલ્મ બની શકે તેમ છે. પાંચ છોકરાંઓ એન્જિનિયરિંગનું ભણતર છોડીને સંગીતની દુનિયામાં કશુંક નવું કરવાનાં ઈરાદે ઉતરે છે, મહેનત કરે છે અને સફળતા પણ મેળવે છે. ‘કબીર કાફે’ ફેઈમ નીરજ આર્યા જેમનાં વખાણ કરે છે તે ‘મુક્ત- ધ બેન્ડ’નો પહેલો ટિકિટ શો હાલમાં જ યોજાયો છે ત્યારે, ચાલો તેના વિશે વધુ જાણીએ....
મેઘના ગુલઝાર કે ઝોયા અખ્તર જેવી કોઈ ડિરેક્ટર સુધી જા આ વાત પહોંચી હોત તો એન્જિનિયરિંગનું ભણતર છોડીને સંગીતની દુનિયામાં કશુંક નવું કરવાનાં ઈરાદે ઉતરેલાં આ બેન્ડ પરથી ચોક્કસ એક સુપરહીટ ફિલ્મ બનાવી દીધી હોત. તરુણ ગાગડેકર, ઉદિત ભાવસાર, ધવલ યાદવ, રાજ જાદવ અને યશ જોષી- આ પાંચ છોકરાંઓએ આર્થિક મોરચે ઉજળી શક્યતાઓ ધરાવતાં એન્જિનિયરિંગનાં ભણતરને લાત મારીને પોતાનાં દિલની વાત સાંભળવાની તસ્દી લીધી. અને તેમાંથી ‘મુક્ત – ધ બેન્ડ’નો જન્મ થયો. આ લખાઈ રહ્યું છે ત્યારે તેમનો પહેલો ટિકિટ શો અમદાવાદનાં નટરાણી ખાતે દબદબાભેર યોજાઈ ચૂક્યો છે અને ચોતરફ તેમનાં પર્ફોર્મન્સની ચર્ચાઓ થઈ રહી છે. હાલ બેન્ડ ક્ષેત્રે ત્રણ મિત્રોની બીંબાઢાળ ગુજરાતી ફિલ્મોની વાર્તા જેવો માહોલ પ્રવર્તે છે ત્યારે આ યુવાનોએ કંઈક હટકે કરવાનાં ઈરાદે સંગીતની દુનિયામાં કદમ માંડ્યાં હતાં અને તેમાં સફળ પણ થયાં છે.
સામાન્ય રીતે બેન્ડ મુખ્યત્વે લગ્ન પ્રસંગ, સમારોહ, કાફે વગેરેમાં બોલિવુડનાં ગીતો રજૂ કરતાં હોય છે. કેટલાક વળી તેનાંથી આગળ વધીને નોન ફિલ્મી ગીતો પણ ગાતાં હોય છે. બહુ ઓછાં એવાં બેન્ડ હોય છે જે જાતે ગીતો તૈયાર કરે છે અને તે લોકપ્રિય પણ થતાં હોય છે. આ પ્રકારનાં બેન્ડમાં આપણે ત્યાં યુફોરિયા, ઈન્ડિયન ઓશન, અગ્નિ, કબીર કાફે વગેરે ભારે લોકપ્રિય છે. ગુજરાતમાં પણ વિવિધ શહેરોમાં તેમનાં શા નિયમિત યોજાતા રહે છે જેમાં મોટી સંખ્યામાં યંગસ્ટર્સ ઉમટી પડે છે. અહીં આપણે જેમની વાત માંડી છે તે મુક્ત- ધ બેન્ડ ભલે આ બધાં જેટલું જાણીતું નથી, પણ તેમનાં અનોખા ગીત-સંગીતે દોઢ વર્ષનાં ટુંકા ગાળામાં દેશભરમાંથી એક ચોક્કસ ચાહકવર્ગ જરૂર ઉભો કરી લીધો છે. આ બેન્ડ જાણીતા શાયરોની અજાણી, છતાં ઉત્તમ રચનાઓને રાક ફોર્મેટમાં અદ્દભૂત રીતે શ્રોતાઓ સમક્ષ રજૂ કરે છે. એ રીતે સાહિત્ય પર આધારિત હોય તેવું કદાચ ગુજરાતનું જ નહીં, દેશભરનું પહેલું મ્યુઝિક બેન્ડ છે.
 |
| તરૂણ ગાગડેકર કહે છે, 'અમારૂ બેન્ડ સાહિત્ય, કવિતા, ગીત, ગઝલ જેવા કોઈ એક ફોર્મેટમાં બંધાવા ઈચ્છતું નથી.' |
 |
| તરૂણને કળા વારસામાં મળી છે. માતા કલ્પના ગાગડેકર ગુજરાતી રંગભૂમિનાં જાજરમાન અભિનેત્રી છે જ્યારે પિતા રોક્સી ગાગડેકર ધાસુ પત્રકાર છે. |
તેને શરૂ કરવાનો શ્રેય પ્રતિભાશાળી બે યુવાનો તરુણ ગાગડેકર અને ઉદય ભાવસારને જાય છે. આજથી ત્રણેક વર્ષ પહેલાં અમદાવાદની સાલ એન્જિનિયરિંગ કોલેજમાં સહપાઠી રહેલાં બંનેએ અનુક્રમે ઈલેક્ટ્રીક કમ્યુનિકેશન અને મીકેનિકલ એન્જિનિયરિંગનું સલામત ભવિષ્યની ગેરંટી આપતું ભણતર છોડીને મ્યુઝિક બેન્ડની ચેલેન્જવાળી જિંદગી સ્વીકારી લીધી હતી. આગળ જતાં તેમને વધુ એક તેમનાં ફિલ્ડનો વિદ્યાર્થી ધવલ યાદવ મળ્યો, જેને તબલાં વગાડવામાં અને ગાવામાં રસ હતો. એ પણ તેમની જેમ સંગીત જગતમાં કારકિર્દી બનાવવા ઈચ્છુક હતો પણ તક મળતી નહોતી. તરૂણ અને ઉદિતે તેને પણ સાથે લીધો. ત્રિપુટી મળીને રિહર્સલો અને છુટક કાર્યક્રમો કરી રહી હતી ત્યાં તેમને ગાંધીનગરનો કમ્પ્યુટર એન્જિનિયર રાજ જાદવ અને પછી ડ્રમર યશ જાષી મળ્યાં. આ પાંચેયે પછી તો એન્જિનિયરિંગનું ભણતર પડતું મૂક્યું અને ફૂલટાઈમ બેન્ડવાળાં બની ગયાં.
‘મુક્ત’નો મુખ્ય ગાયક તરુણ ગાગડેકર અમદાવાદની સાલ એન્જિનિયરિંગ કોલેજમાં ઈલેક્ટ્રીક અને કમ્યુનિકેશનનું ભણતર છોડીને આ ફિલ્ડમાં આવ્યો ત્યારે તેની સાથે માત્ર ઉદય હતો. શરૂઆતમાં બીજાં કેટલાંક મિત્રો તેમની સાથે જાડાયા હતાં પણ તેમની સાથે જામ્યું નહીં. એટલે દરેક બેન્ડમાં બનતું હોય છે તેમ તેઓ છોડી ગયાં. પણ આ બે મિત્રો સાથે રહ્યાં અને આજે તેનાં સારાં ફળ તેમને ચાખવા મળી રહ્યાં છે. મુક્ત – ધ બેન્ડની ખાસિયતો વિશે વાત કરતાં તરૂણ કહે છે, “અમે છેલ્લાં બે વર્ષથી સાથે છીએ. શરૂઆતમાં અમે પણ અન્ય બેન્ડની જેમ બોલિવુડનાં ગીતો ગાતાં હતાં. પણ તેમાં મજા નહોતી આવતી. એટલે પછી જાણીતા બેન્ડ જેવા કે અગ્નિ, ઈન્ડિયન ઓશન, કબીર કાફે વગેરેનાં ગીતો તરફ વળ્યાં. એમાં પણ એક તબક્કે પહોંચ્યાં પછી લાગ્યું કે, ક્યાં સુધી બીજાંનાં ગીતો ગાઈશું? ચાલો પોતાનું કશુંક કરીએ? પછી અમે એ દિશામાં મહેનત કરવી શરૂ કરી. અમે કબીર કાફેથી ખૂબ પ્રભાવિત હતાં કેમ કે તેમનું કામ અનોખું હતું. તેનાં પરથી અમને લાગ્યું કે કબીરનાં દોહાની જેમ બીજાં મોટાં શાયરોની ઉત્તમ છતાં અજાણી રહી ગયેલી રચનાઓને પણ રોક ફોર્મેટમાં લાવવી જાઈએ. અમે એનાં માટે કામ શરૂ કર્યું. આજે દોઢ વર્ષ બાદ અમે હિન્દી અને ઉર્દૂનાં જાણીતાં શાયરોની અજાણી કવિતાઓને રોક અવતારમાં રજૂ કરીએ છીએ. એમાં પણ કવિતાઓનું વૈવિધ્ય અનોખું છે. જેમ કે, શીવબહાદુર સિંહ ભદૌરિયાની‘નદી કા બહેના’ માં પ્રકૃતિની વાત છે. કૈફી આઝમીની ‘દૂસરા વનવાસ’ બાબરી મસ્જિદનાં ચૂકાદા પર વ્યંગ કરે છે. તે કૈફી આઝમીની સૌથી નોંધનીય કવિતા છે છતાં આજદિન સુધી કોઈએ તેનાં પર કામ કર્યું નથી. પાકિસ્તાની શાયર ઈબ્ને ઈન્શાનું ‘જંગલ કે જાગી હમ’ અમારું પહેલું કમ્પોઝિશન છે અને અમારી સૌથી નજીક છે. આ સિવાય ધર્મવીર ભારતીનું ‘અંધાયુગ’ પણ સૌને ગમે છે. ટુંકમાં અમે કોઈ એક પ્રકારનાં વાડામાં બંધાઈ જવા નથી માંગતા.”
 |
| ઉદિત ભાવસાર કોઈપણ પ્રકારનાં દંભ વિના સ્વીકારે છે કે શરૂઆતમાં તેમનામાંથી કોઈને સાહિત્યનો અનુભવ નહોતો. |
 |
| ઉદિત ભાવસાર - એન્જિનિયરિંગનું ભણતર છોડીને જેણે સાહિત્યને રોક ફોર્મેટમાં લાવવાની ચેલેન્જ ઉપાડી લીધી છે. |
બેન્ડનો સૌથી હેન્ડસમ ચહેરો
ઉદિત ભાવસાર કવિતાની પસંદગીની પ્રક્રિયા વિશે વાત કરતાં કહે છે, ‘અમે લોકો દરરોજ પાંચ કલાકથી વધુ સમય રિયાઝ કરીએ છીએ, ઘણું બધું વાંચીએ છીએ. તેમાંથી કોઈને નવી કોઈ રચના સૂઝે તો તે લઈને આવે છે. તેનાં પર અમે ચર્ચા કરીએ છીએ. શા માટે તે રચના પર આપણે કામ કરવું રહ્યું તેની તરફેણ અને વિરુદ્ધમાં અનેક દલીલો થાય છે. છેવટે અમારામાંથી બહુમતિ લોકો જેની સાથે સહમત થાય તે કવિતા પર કામ શરૂ કરીએ છીએ. અમે એન્જિનિયરિંગનાં વિદ્યાર્થીઓ છીએ, સાહિત્ય સાથે અમારો સીધો કોઈ નાતો નથી. પણ હવે અમે તેની સાથે ઓતપ્રોત થઈ ચૂક્યાં છીએ. બધાં જાતભાતનું સાહિત્ય વાંચીએ છીએ અને તેમાંથી કરવા જેવું લાગે તેની યાદી બનાવીને છેલ્લે તેમાંથી પસંદગીની કવિતાઓ પર કામ કરીએ છીએ.’
 |
| યશ જોશી બીજા બેન્ડનાં ડ્રમરો કરતાં જુદો એ રીતે પડે છે કે, તે સાહિત્યનો અભ્યાસુ છે અને તેને આ ફોર્મેટમાં લાવવા મથતો રહે છે. |
 |
| યશ જોષી - બેન્ડની પ્રવૃત્તિઓ સિવાય ક્યારેક હસી પણ લે છે. |
 |
| ધવલ યાદવ તબલાનાં તાલ સાથે ગળાનાં સૂર પણ પુરાવતો રહે છે. |
 |
| ધવલ યાદવ - ચહેરો જેટલો રમૂજી છે એટલો જ આ યુવાન પ્રતિભાશાળી પણ છે. |
આપણે એકથી વધુ ફિલ્મોમાં જાયું છે કે, હીરો ફોટોગ્રાફર કે અન્ય કોઈ આર્ટમાં માહેર હોય અને તેમાં જ કારકિર્દી બનાવવા ઈચ્છતો હોય છે. પણ તેનો પરિવાર, ખાસ કરીને પપ્પા એ માટે જરાય રાજી નથી હોતાં. શું આવું કશું તમારી સાથે બન્યું હતું ખરું, એવો સવાલ અમે આ ડ્રોપઆઉટોને પુંછી જાયો. જેનાં જવાબ આપણે ધારીએ છીએ એનાં કરતાં જુદાં નીકળ્યાં. તબલાવાદક
ધવલ યાદવ અને ડ્રમર
યશ જોષી કહે છે કે, “પહેલાં તો અમે ભણતર છોડીને બેન્ડમાં તૈયાર કરવા માંગીએ છીએ એ જાણીને જ પરિવારનાં સભ્યો ભારે નારાજ થયાં. ખાસ કરીને પપ્પા અમારા નિર્ણયથી જરાય રાજી નહોતાં. પણ પછી અમે ખરેખર કશુંક નવીન કરી રહ્યાં છીએ એ જાણીને તેઓ અમને છુટછાટ આપતાં થયાં. આજે અમે જે રીતે કામ કરીએ છીએ તેનાથી તેઓ સંતુષ્ટ છે. તેમને હવે વિશ્વાસ છે કે, છોકરાં ભવિષ્યમાં કશુંક એવું કરી બતાવશે જે અત્યાર સુધીમાં કોઈ અમદાવાદી બેન્ડ નહીં કર્યું હોય.”
 |
| રાગ જાદવ - મુક્તનો સૌથી ઓછા બોલો આ સભ્ય, સ્ટેજ પર હોય ત્યારે રણવીરસીંહ બની જાય છે. |
 |
| નામ રાગ છે પણ તેને ગાવા કરતાં ગિટારમાં વધુ રસ પડે છે. |
ટુંકમાં આગામી દિવસોમાં
‘મુક્ત- ધ બેન્ડ’ સાહિત્યને પ્રમોટ કરનારું સૌથી અનોખું બેન્ડ બનીને ઉભરી આવશે અને દેશભરમાં ધૂમ મચાવશે તે નક્કી છે. હાલ
પ્રિયા બ્રહ્મભટ્ટ નામની તેજતર્રાર મેનેજર તેમનું કામકાજ જુએ છે. આ સિવાય
જય નામનો યુવાન તેમનું લોજિસ્ટિક મેનેજિંગ સંભાળે છે. આ બંનેની જોડી ‘મુક્ત’ને સતત કશુંક નવું આપવા માટે પ્રોત્સાહિત કરતી રહે છે. હાલ તેઓ જે રીતે આગળ વધી રહ્યાં છે તે જોતાં કબીર કાફે ફેઈમ નીરજ આર્યા તેમનાં કામને સૌથી યુનિક બેન્ડ કોન્સેપ્ટ માને છે. જે જેવીતેવી વાત નથી.
'અભિયાન'માં પ્રકાશિત 'મુક્ત' બેન્ડ પરની વિશેષ સ્ટોરી
Wah Wah. What an insight about Mukt- The Band.
ReplyDeleteGhani vastuo to amne b aa article vanchya pachi khabar padi.
Thanks Nareshbhai.