‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ ની હકીકત શું છે ?



ઠગ શબ્દ કાને પડતાં તમારા મનમાં પહેલી પ્રતિક્રિયા શું આવે છે તે વિચારો. જો તમારું મન સ્થાયી થઈ ચૂકેલી માન્યતા સાથે જતું હોય તો તમે યોગ્ય રસ્તે છો. પણ જો તેનાથી જુદો તર્ક ધરાવતા હો તો લેખ તમારા માટે છે. બ્રિટનનાં વડાપ્રધાન રહેલાં એટલીએ જ્યારે ભારતને સ્વતંત્રતા આપવાનું ફાઈનલ કરી નાખેલું ત્યારે પૂર્વ વડાપ્રધાન ચર્ચિલે તેમને ચેતવતાં કહ્યું હતું કે, તમે ભારતને ફરી ઠગ અને પિંઢારાઓને હવાલે કરી રહ્યાં છો. વાક્ય પછી તો ભારે મશહુર થઈ ગયેલું. વાત જુદી છે કે, ચર્ચિલે કહ્યું હતું તેવું કશું થયું નહીં, છતાં બહાને પણ ઠગોનાં ઈતિહાસની ભીતરમાં ઉતરવા જેવું ખરૂં. ઠગો વિશેની પ્રચલિત જાણકારી એવું કહે છે કે તેઓ પિંઢારાની જેમ એક જાતનાં લૂંટારા હતા. સાથે એક માન્યતા એવી પણ છે કે, અંગ્રેજોએ તેમને બદનામ કરી જમીનો પચાવી પાડવા આખું કાવતરું રચેલું.
પહેલા તર્કની વાત કરીએ તો ઠગોનો ઉદ્દભવ છેક તેરમી સદીમાં થયેલો અને લગભગ ઓગણીસમી સદી સુધી તેમની રંજાડ રહેલી. પિંઢારાઓથી વિરુદ્ધ ઠગો કોઈપણ જાતની હોહા વિના ઠંડા કલેજે પોતાનું કામ કરીને પલાયન થઈ જતાં. હરકિશન મહેતાની ગુજરાતી નવલકથા પીળા રૂમાલની ગાંઠ જેમણે વાંચી છે તેમને બાબતે વધુ સ્પષ્ટતાની જરૂર નહીં પડે. ઠગમાં હિંદુ, મુસ્લિમ અને અમુક અંશે શીખો પણ નોંધાયેલાં છે. તેઓ ભારે હોંશિયાર અને મક્કકમ મનોબળનાં હતાં. ધંધાના ભાગરૂપે તેમણે વેશપલટો, નૃત્ય, સંગીત, રાંધણકળા વગેરે કોઈ કાબેલ ગુરૂ પાસેથી શીખવા પડતાં.
ઠગાઈની તેમની મોડસ ઓપરેન્ડી ગજબની હતી. કોઈ શ્રીમંત પરિવાર કે વેપારીઓ બહારગામ જતાં હોય તો તેની ભાળ મેળવી લેતાં. જમાનામાં વેપાર મુખ્યત્વે વણજારો દ્વારા થતો. સિવાય લોકોએ લગ્નપ્રસંગ હોય તો પણ આવી રીતે પ્રવાસ કરવા પડતાં. ઠગો આવા કાફલામાં 25-50નાં જૂથમાં વેશ બદલીને એક પછી એક સામેલ થઈ જતાં. એકવાર અંદર ભળી ગયા પછી તેઓ જાતજાતની વાર્તાઓ બનાવી વેપારી કે જૂથનાં આગેવાનોનો વિશ્વાસ જીતી લેતાં. તેમની ધીરજ પણ ગજબની રહેતી. યોગ્ય મોકાની રાહમાં વણઝારો સાથે હજારો માઈલોનો પ્રવાસ તેઓ ખેડી નાખતાં. દરમિયાન નાચગાન અને શિકાર કરીને વેપારીઓને ખુશ કરી દેતા. છેલ્લે બધાં જમીને આરામ કરતાં હોય ત્યારે મોકો જોઈને તેમનો સરદાર અગાઉથી નક્કી કરેલો કોડવર્ડ બોલતો. જેમ કે, ‘તમાકુ લાવો’, ‘પાણી ભરોવગેરે. સાથે બધાં ઠગ તૈયાર થઈ જતાં. વણઝારનાં મજબૂત માણસો પાછળ એકએક ઠગ ગોઠવાઈ જતો. તેમનો સરદાર જેવો બીજો કોડવર્ડ આપે કે તરત છુપાવી રાખેલાં પીળા રૂમાલ વડે દરેકને પકડીને ગળેફાંસો આપી દેવાતો. છેલ્લે કોઈ સામનો કરનાર રહે એટલે બાકી બચેલાંને પણ ખતમ કરી, કૂવા કે જમીનમાં દાટી દઈ લૂંટનો માલ લઈને ભાગી જતાં. તેઓ માનતા કે મહાકાળી માતાએ તેમને વિદ્યા શીખવી છે અને તેમના આદેશ મુજબ લૂંટ વખતે એક ટીપું પણ લોહી વહેવું જોઈએ. બધી હત્યાઓને માતાજીની બલી સ્વરૂપે જોવામાં આવતી. અઢારમી સદીમાં બહેરામ નામના ઠગે રીતે 931 જેટલી હત્યાઓ કરેલી. ખૂન અને ત્યારબાદ લૂંટનું તેમનું પ્લાનિંગ, ટીમવર્ક ગજબ હતું. સમાજમાં વધતી જતી તેમની રંજાડને નિયંત્રણમાં લાવવા અંગ્રેજોએ 1835માં વિલિયમ હેનરી સ્લીમેન નામના અધિકારીને ઠગ અને ડકૈત વિભાગ રચીને તેની જવાબદારી સોંપેલી. તેમણે પોલીસની એક ટીમ તૈયાર કરી, જાસૂસોને કામે લગાડ્યાં. હજારો ઠગોને જેલમાં નાખ્યાં. કેટલાક પકડાયેલાં ઠગોને બાતમીદાર બનાવીને પાછાં પણ મોકલ્યાં. અનેકને ફાંસી આપી અને રીતે 1870 સુધીમાં ઠગો ખતમ થઈ ગયાં.
બીજો તર્ક એવો છે કે, સદીઓ પહેલાં ભારતમાં વસતી એક આદિવાસી જાતિ ઠગ કહેવાતી. તેઓ કોઈ ચોર, લૂંટારા, ડાકુ કે બહારવટિયા નહોતા પણ અંગ્રેજોએ ભારત પર ધીરેધીરે પોતાનો કબ્જો જમાવવો શરૂ કર્યો ત્યારે તેમણે પુરી તાકાતથી તેમનો વિરોધ કરેલો. કેમ કે અંગ્રેજો પોતાનું સામ્રાજ્ય વધારવા માટે જંગલોનો ખાત્મો બોલાવી રહ્યાં હતાં જ્યાં ઠગો પેઢીઓથી રહેતા આવ્યાં હતાં.
પોતાની જમીનો પર કબજો જમાવવા માંગતા અંગ્રેજો સામે તેઓ તમામ શક્તિ લગાવી દઈને લડતા રહ્યાં. પરિણામે શરૂઆતમાં અંગ્રેજોની કારી ફાવી નહીં. જો કે તેઓ કોઈપણ ભોગે ઠગોની જમીન પર કબ્જો જમાવવા માગતા હતાં. એટલે બળથી કામ ન થતાં કળથી કામ લેવાનું તેમણે શરૂ કર્યું. એ માટે તેમણે એક એવું પુસ્તક પ્રકાશિત કર્યું જેમાં ઠગોને લૂંટારા, ચોર, ડાકૂ અને હત્યારા બતાવવામાં આવ્યાં. ચાલને કામિયાબ બનાવવા માટે અંગ્રેજોએ અનેક બ્રિટિશ યુનિવર્સિટીઓને ફંડ આપ્યું. જેથી તેઓ કેટલાક એવા પુસ્તકો તૈયાર કરી શકે જેમાં ભારતનાં ઠગોની ખોટી છબિને પ્રકટ કરી શકાય. એ સામૂહિક હત્યાઓને વ્યાજબી ઠેરવવા માટે બ્રિટિશ સાંસદોએ અનેક લેખકોને આર્થિક ભંડોળ પણ આપ્યું હતું. જેથી કરીને તેઓ હિન્દુસ્તાનનાં ઠગોની વિરૂદ્ધ પુસ્તકો લખી શકે. આ પ્રકારનાં સાહિત્યને એટ્રોસિટી લિટરેચર કહેવામાં આવે છે. એ પુસ્તકોમાં એકનું નામ હતું કન્ફેશન ઓફ એ ઠગ. જેને ઈ.સ. 1839માં ફિલિપ મેડોઝ ટ્રેલરે લખ્યું હતું. એ પુસ્તકનો જ પ્રતાપ છે કે, આજ દિન સુધી ઠગ જાતિને ઐતિહાસિક સંદર્ભ સાથે જોડીને જોવામાં આવે છે. કાળક્રમે બ્રિટિશ સામ્રાજ્યનો સૂર્ય અસ્ત થયો. ભારત સહિત વિશ્વનાં અનેક દેશો ગોરાંઓની ગુલામીમાંથી મુક્ત થયાં. પણ ઠગોની જનસામાન્યમાં અંગ્રેજોએ ઉભી કરેલી છાપમાં સુધારો ન આવ્યો તે ન જ આવ્યો.
હાલ રજૂ થનારી આમીરખાન અને અમિતાભ બચ્ચનની ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાન વિશે કહેવાય છે કે તે ફિલિપ મેડોઝ ટેલરનાં એ જ પુસ્તક કન્ફેશન્સ ઓફ એ ઠગ પર આધારિત છે. નવલકથાનાં રૂપમાં લખાયેલું આ પુસ્તક 19મી સદીનાં બ્રિટનમાં બેસ્ટસેલર રહ્યું હતું. ફિલિપ મેડોઝ ટેલરે આ નવલકથા ઉત્તરપ્રદેશનાં કાસગંજ આવીને લખી હતી. જે વખતે બ્રિટિશ સામ્રાજ્યની પ્રવૃત્તિઓનું મોટું કેન્દ્ર હતું. જો કે ફિલ્મનું ટ્રેલર, સ્ટારકાસ્ટનાં કોસ્ચ્યુમ્સ અને સેટ વગેરે જોતા ફિલ્મ ઠગોને બદલે દરિયાઈ ચાંચિયાઓ પર આધારિત હોવાનું વધુ લાગે છે. ખેર, ફિલ્મમાં શું છે તે તો રિલિઝ થયા બાદ ખ્યાલ આવશે પણ બહાને અસલી ઠગ્સ ઓફ હિન્દુસ્તાનનાં ઈતિહાસમાં ખાંખાખોળા કરવા મળ્યાં તે લાભ.

Comments